________________
નિઃ શાશ્વત ગિરિ મહિમા :
કે જ્યાં પવિત્ર પુરૂષનાં પગલાંનો સ્પર્શ થયા જ કરે છે.” કુમારપાળ ભૂપાળે ગિરિપ્રકંપનું કારણ પૂછતાં સૂરિમહારાજે કહ્યું કે- “આ ગિરિ ઉપર ચડતાં માર્ગમાં ‘કોટિશિલા ને છત્રશિલા' નામની બે શિલાઓ આવે છે, તે બે પુન્યશાળી પુરૂષોના સાથે ચડવાથી કદાચ પડે એવી વૃદ્ધજનોની વાણી છે, તે માટે આપણે આગળ-પાછલ ચડવું યુક્ત છે” તે સાંભળી વિનયવંત કુમારપાળ રાજાએ સૂરિમહારાજને પ્રથમ ચડવાનું કહ્યું અને તેઓ પાછળ પાછળ ચઢ્યા.
અનુક્રમે શ્રી ગિરનારજી ઉપર ચઢીને શ્રી નેમિનાથ ભગવાનને ભાવથી ભેટી અષ્ટદ્રવ્યની ઉત્તમ સામગ્રી સહિત અતિ આહલાદવડે સંપૂર્ણ ભક્તિભાવથી સકળ સંઘ સાથે કુમારપાળ મહારાજાએ પ્રભુપૂજા કરીને પોતાના જન્મને કૃતાર્થ કર્યો. શ્રી હેમસૂરિ મહારાજે ઉપદેશ દ્વારા જણાવ્યું કે
વસુધાનું ભૂષણ તે સહી, ખરી સંપદા તેહની કહી; જગમાં જીવ્યા તે પરમાણ, સંઘપતિ તિલક ધરાવે જાણ.
શ્રી ગિરનારનું વર્ણન કરતાં ગુરૂમહારાજે જણાવ્યું કે- આ રેવતાચળ શ્રી શત્રુંજયની પંચમગતિદાયક પાંચમી ટુંક શાસ્ત્રમાં કહેલી છે અને તેનું નામ પ્રથમ આરે શ્રી
૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org