________________
- શાશ્વત ગિરિ મહિમા :-)
તે ઇંદ્ર આયુ સંપૂર્ણ કરી ત્યાંથી સંસાર પરિભ્રમણ કર્યા બાદ શ્રી નેમિનાથ તીર્થકરના સમયે મહાપલ્લિ દેશને વિષે ક્ષિતિસાર નામે નગરમાં પુન્યસાર નામે રાજા થયો, જેના પુન્યના આકર્ષણથી શ્રી નેમિનાથ ભગવાન ત્યાં આવીને સમવસર્યા. તે વધામણી સાંભળી પુન્યસાર રાજા તરત જ પ્રભુને વંદન કરવા આવ્યા.પ્રભુની દેશના સાંભળી મિથ્યાત્વ પરિણતિનો ત્યાગ કરીને તે શુદ્ધ શ્રાવક થયા અને પ્રભુ પાસેથી પોતાનો પૂર્વભવ સાંભળી ગઢગિરનાર જઇને બહુ પ્રકારે પ્રભુભક્તિ કરી. પાછો પોતાના નગરમાં આવી સંસારને અસાર સમજી વૈરાગ્યવાસિત ચિત્ત થવાથી પોતાના પુત્રને રાજગાદી ઉપર બેસાડી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી અનેક પ્રકારના તપ તપી અષ્ટ કર્મોને ખપાવીને મુક્તિપદ પ્રાપ્ત કર્યું. આ રીતે બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના ત્રણે કલ્યાણક અત્રે થવાથી આ ગિરિ અને આ બિંબ ત્રણે લોકમાં પૂજનિક છે. પુન્યસારના મોક્ષે ગયા બાદ અનુક્રમે આ ગિરનારજી તીર્થ ઉપર એક લેપમય બિંબની સ્થાપના થઇ હતી.”
શ્રી હેમસૂરિ મહારાજે આગળ વર્ણન કરતાં જણાવ્યું કે- “શ્રી નેમિનાથ ભગવાનના નિર્વાણ પછી નવ સો વર્ષથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org