________________
-: શાશ્વત ગિરિ મહિમા :
શત્રુંજય તીર્થની યાત્રાનો મહાન લાભ પ્રાપ્ત થવાથી ગુરૂસ્તુતિ કરવા લાગ્યા. શ્રી જૈન ધર્મની અનુમોદના કરતાં કુમારપાળ ભૂપાળ બોલ્યા કે :
જૈન ધર્મ વિણ પૃથ્વીરાજ, તેહથી ન સરે એકે કાજ; અરિહંત વિના અલુણું ઘણું, શ્યું કીજે ચક્રવર્તીપણું. આભોગન (ચક્રીતા ભોગ) ચક્રીતણો, પામ્યા અનંતીવાર;
જૈન ધર્મ વિના વળી, જાણો સહુ અસાર. આ પ્રમાણે કુમારપાળ ભૂપાળે આહલાદમાં આવી જતાં વિશુદ્ધ ભાવથી શ્રી જૈન ધર્મની પ્રશંસા કરી અને ગુરૂ શ્રી હેમસૂરિ મહારાજને વંદન કર્યું તે સમયે સૂરીશ્વરે રાજાજીના મસ્તક ઉપર હાથ મૂક્યો અને કહ્યું કે“ત્રિભુવનપાળના કુળમાં દીપકસમાન ! તમોને ધન્ય છે ! અહો ! ધન્ય છે ! તમારી પુન્યરાશીને કે તમો જૈન ધર્મરૂપી ચિંતામણિરત્ન પામ્યા ” આ અવસરે રાજા કુમારપાળના મસ્તક ઉપર સૂરિશ્રીએ હાથ મૂકેલો જોઇને ત્યાં ઉભેલો એક ચારણ બોલ્યો કે- ‘ હે પૃથ્વીનાથ ! સાંભળો. જગતમાં આવા પ્રકારની ઘણી વાતો અસંભવિત ગણાય છે.
""
મેઘ રૂપ કાળું ધરી, આપે ઉજ્જવળ નીર; પશુ ગાય તરણા ચરે, આપે અમૃત ખીર.
Jain Education International
૩૫
For Personal & Private Use Only
www.jainelibrary.org