________________
- શાશ્વત ગિરિ મહિમા :
લઇને તે લ્હાવો પોતાની માતુશ્રીને લેવરાવ્યો અર્થાત તે તીર્થમાળ સકળ સંઘ સમક્ષ પોતાની માતુશ્રીને પહેરાવી તીર્થભક્તિનો ઉત્તમ લાભ લીધો. અહો ! ધન્ય છે આવા પુત્રને ! કે જેણે આવી માતૃભક્તિ કરી પોતાની માતાનો જન્મારો સળ કરાવ્યો. કવિ ઋષભદાસ કહે છે કે -
ચોપાઇ. માતા સમ નહિ તીરથ કોય, સ્વર્ગ મૃત્યુ પાતાલે જોય; જેણે માની પોતાની માય, સકળ તીર્થ ઘર બેઠાં થાય. જેણે માતાએ ઉદર ધર્યો, મળમૂત્ર ધોઇ ચોખ્ખો કર્યો;
તે માતાના પૂજે પાય, ગુણ ઉસિંગણ તો નહિ થાય. સોવન બરાબર તોલે જોય, ખંધ ધરી કરે તીરથ સોય; ઇંદ્રમાળ પહેરાવે માય, ગુણ ઉસિંગણ કીમે ન થાય. પગ ધોઇને પાણી પીએ, અમૃત કવળ માતા મુખ દીએ; દેવ ચિવર પહેરાવે જોય, ગુણ ઉસિંગણ તો નહિ હોય.
આ રીતે શેઠ જગડુશાહે માતૃભક્તિ નિમિત્તે ઇંદ્રમાળનો અપૂર્વ લ્હાવો લેવરાવી તુરત જ બોલીની કિંમતનું સવા કરોડનું મૂલ્યવાન એક રત્ન ત્યાં જ શ્રી સંઘને આપી દીધું. આ બનાવથી કુમારપાળાદિ સર્વે તેની બહુ પ્રશંસા કરવા લાગ્યા અને શ્રી હેમસૂરિ મહારાજના ઉપદેશથી શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org