________________
- શાશ્વત ગિરિ મહિમા :-)
કુમારપાળ રાજાએ સંતુષ્ટ થઇને તે ચારણને નવ લાખ ટકાનું દાન દીધું.
શ્રી શત્રુંજય તીર્થ ઉપર કુમારપાળ ભૂપાળ મહાના સંઘ કાઢીને આવેલ હોવાથી અનેક પ્રકારની ધામધૂમ ભક્તિપૂર્વક ચાલી રહી હતી. પછી વિધિસર તીર્થમાળની બોલી પણ તે અવસરે બોલવી શરૂ થઇ, જેમાં વામ્ભટ્ટ મંત્રીએ પ્રથમ ચાર લાખ સોનૈયા કહીને શરૂઆત કરી. ત્યારે કુમારપાળ રાજાએ આઠ લાખની ઉછામણી કરી, ફ્રી વાભટ્ટ મંત્રીએ સોળ લાખ કહ્યા તો રાજાજીએ બત્રીશ લાખ કર્યા. આ રીતે તીર્થમાળ પહેરવાની ઉછામણી થતી જાય છે તે વખતે ત્યાં યાત્રાએ આવેલા એક શ્રાવકે એકી સાથે સવા કરોડની બોલી ઉત્સાહપૂર્વક કરી, જે સાંભળતાંની સાથે જ રાજા કુમારપાળે તે શ્રાવકને તુરત જ બોલાવી પાસે બેસાડ્યો, અને તેનો અપૂર્વ ઉત્સાહ અને પ્રેમ-ભાવ જોઇને બહુ જ અનુમોદના કરી. છેવટે સવા ક્રોડની માગણીની બોલી મંજુર થઇ અને તે શ્રાવકને આદેશ આપવામાં આવ્યો.
અપૂર્વ ઉત્સાહપૂર્વક સવા કરોડની બોલીથી તીર્થમાળનો આદેશ લેનાર આ શ્રાવક શ્રી મહુવા નગરના હંમંત્રીના પુત્ર શેઠ જગડુશાહ હતા, જેણે તે તીર્થમાળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org