________________
-: શાશ્વત ગિરિ મહિમા :
કસ્તૂરી કાળી સહી, ઉપની માઠે ઠામ; ઉંચો એ પરિમલ બહુ, આવે ઘણાને કામ. મુક્તાળ તેજે વસ્યો, કુંજરતણે કપાળ; નરનારી નૃપતિ ખુશી, તેહનું રૂપ નિહાળ.
આ રીતે આ વસ્તુઓમાં જેમ અસંભવિતપણું રહેલું છે તેમ જે ગુરૂ હેમસૂરીંદના પાદમાં સહુ કોઇ શિર ઝૂકાવી નમસ્કાર કરે છે, તે હેમસૂરીંદનો હસ્ત હે રાજન ! આ વખતે આપના મસ્તક ઉપર પડેલો જોઇ મને ખરેખર અસંભવતા જ લાગે છે. આ પ્રકારની ઘટના કરી તે કવિ બોલ્યો કે -
હેમ તમારા કર નમું, જીહાં અનંતી દ્વિ; જેહ ચંપ્યા હેઠે મુંહે, તીહાં ઉપને સિદ્ધિ.
અર્થાત્ જ્યાં હેમસૂરિ મહારાજનો હસ્ત પડે છે ત્યાં દ્વિના ઢગલા થાય છે અને શ્રી હેમસૂરીશ્વરના હાથ નીચે જે ચંપાય છે એટલે જેના ઉપર સૂરીશ્વરનો હાથ આવી પડે છે તેને તો સર્વ પ્રકારની સિદ્ધિ આવી મળે છે.
વળી તે ચારણ હેમસૂરિ મહારાજની સ્તુતિ કરતો કહેવા લાગ્યો કે- “જગતમાં ઘણા પુરૂષો થઇ ગયા છે તેમાં કાંઇને કાંઇ ખોડ-ખામી તો કહેવાણી છે. જેમકે-શુક્રાચાર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org