________________
- શાશ્વત ગિરિ મહિમા :
પાણીની પરબો મંડાવી સંઘભક્તિ કરે છે. આંબો શેઠ અને અબજી શેઠ મોદકના હાટ મંડાવી સંઘમાં લ્હાણી કરતા જાય છે. ખોખો શેઠ, ખેતશી શેઠ અને ખીમશી શેઠ હાથ પોલો રાખી ગુપ્તદાન દીધાં કરે છે. ભદો શેઠ, ભૂપત શેઠ અને ભીમા શેઠ સંઘમાં સર્વને ઠંડા પાણી પીવાની ભક્તિ કરે છે. થાવર શેઠ, થવરો શેઠ અને થોભણ શેઠ મુનિવરના પાત્રમાં આહાર વહોરાવી લ્હાવો લે છે. જાવડ શેઠ અને ભાવડ શેઠ સકળ સંઘમાં દુધ અને દહિંના ઘડાઓ વપરાવી ભક્તિ કર્યા કરે છે. સારંગ શેઠ, શિવજી શેઠ અને શ્રીપાલ શેઠ ત્રિકાળ જિનેશ્વર પ્રભુની પૂજાનો લાભ લીધા કરે છે અને ભાણો શેઠ તથા લખમશી શેઠ શેરડી, કેળાં વિગેરે
ળો વહેંચીને સંઘભક્તિ કરે છે. આ રીતે “ઇ-રી” (“છરી” એટલે જે શબ્દની પછવાડે “રી” આવે તેને ૧.પાદચારી, ૨. સચિત્તપરિહારી, ૩. બ્રહ્મચારી, ૪. ભૂમિસંથારી, ૫. એકલઆહારી, ૬. સમકિતધારી.) પાળતાં સિદ્ધગિરિની વાટે જતાં સહુ કોઇ કાંઇ ને કાંઇ આપીને સંઘભક્તિ, દેવભક્તિ ને ગુરૂભક્તિનો અપૂર્વ લ્હાવો લે છે.
" શ્રાવિકાવર્ગમાંથી પોતીબાઇ, પાંચીબાઇ, પાંખડીબાઇ, વીરમતી અને વિમળાદે શેઠાણી, ગુણશ્રી અને કમળશ્રી,
(CUP A.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org