________________
(O)))
- શાશ્વત ગિરિ મહિમા :
સર્વની સાથે બેસી દરેકની સંભાળ પ્રેમપૂર્વક કરીને સંદભક્તિ ઉત્તમ પ્રકારે કર્યું જાય છે. શ્રી સંઘમાં વિધવિધ જાતિના સ્વાદિષ્ઠ પકવાન્નો સાથે ભાતભાતની રસોઇ હંમેશા થયા કરે છે, જેનું વર્ણન લખતાં ટુંકમાં કવિ બeષભદાસ સમજાવે છે કે- “રાજા કુમારપાળના સંઘમાં થતા ભોજનનો લાભ લેનારાઓના દેહનો અને મુખનો વાન જરૂર બદલાઇ ગયા સિવાય રહે જ નહિ.” એટલે કે સંઘભક્તિ કરવામાં જ્યાં ખર્ચનો હિસાબ જ રાખેલ નથી એવા ઉદાર દિલથી મહાન ખર્ચે કુમારપાળ ભૂપાળે સંઘ કાઢેલ છે.
કુમારપાળ રાજાના સંઘમાં સાથે આવેલા શ્રાવકશ્રાવિકા વર્ગમાંથી ઘણા ભાગ્યશાળીઓ જુદી જુદી રીતે સંઘભક્તિનો લ્હાવો લેતા જાય છે. ધવળ શેઠ, ધન્ના શેઠ, ધરમશી શેઠ, પાંચો શેઠ, પેથો શેઠ, પદમશી શેઠ, સુરો શેઠ, સંઘજી શેઠ અને શિવરાજ શેઠ આ સર્વે સંઘમાં પોત પોતાની શક્તિ મુજબ પુન્યના કાર્ય કરતા જાય છે. વચ્છ શેઠ, શ્રીમલ્લ શેઠ, ભોજો શેઠ, ભાખર શેઠ, ભીમો શેઠ, હીરો શેઠ, હરખચંદ શેઠ અને હરપાળ શેઠ વિગેરે બહુ પ્રેમપૂર્વક સંઘમાં વૃદ્ધ તથા બાળકોની તપાસ રાખી તેમની સેવા-ભક્તિ કર્યે જાય છે. દેવો શેઠ તથા દુદો શેઠ સાકરનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org