________________
-: શાશ્વત ગિરિ મહિમા :
ડોશીમાં બેઠા હતા તે બોલ્યા કે- “અરે વ્હેનો !ખાલી વાદ શા સારૂ કરો છો? કાળી શી અને ગોરી શી ! રૂપથી મોટાઇ મનાતી નથી, પરંતુ ગુણથી ગણાય છે, માટે આ જગતમાં જે પુન્યકરણી વધારે કરે તે રૂપવંતી ગણાય છે અને તે જ મોટી મનાય છે. સાંભળો. સબળરૂપ સબળ શણગાર, દાન શીળ તપ પાખે છાર; તેહનું રૂપ જગમાંહે સાર, જે સ્ત્રી કરે નિત્ય પરઉપગાર.
બ્દનો ! જગતમાં એકલું રૂપ અને એકલો શણગાર શા કામના છે ? ખરેખરી રીતે આ સાત “દદા” જેનામાં હોય તે સાચી અને મોટી મનાય છે. કહ્યું છે કે - દયા, દાન, દમ, દેહનો દોષ, દોલત જાતાં ન કરે શોક;
દુ:ખ ભાંજે પ્રેમે પારકું, દીનવચન બોલે મુખથયું, દુર્જન ઉપર ન કરે રીસ, તે સ્ત્રી પાસે સબળ જગીશ; એ અંગ ધરતી સાતે દદા, રૂપવંતી તસ ભાખું મુદા.
આ રીતે બન્નેનો વિવાદ શાંત કર્યો અને શ્રીસંઘ, સ્નેહપૂર્વક શ્રી સિદ્ધગિરિને ભેટવાની હોંશમાં અવિછિન્ન પ્રયાણ કરવા લાગ્યો. સંઘપતિ કુમારપાળ ભૂપાળ દેવગુરૂની ભક્તિનો ઉત્તમ લ્હાવો લીધા કરે છે અને ભોજન સમયે
R
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org