________________
-: શાશ્વત ગિરિ મહિમા :
મૃગલાઓમાં જે ગોરા વર્ણના હોય તે જમણા ઉતર્યા હોય તો સારાં શુકન ગણાય છે, શ્રી સુવિધિનાથ ભગવાન અને શ્રી ચંદ્રપ્રભુસ્વામી વર્ણમાં ગોરા છે, એટલે અમારી ઉજ્વળતા આગળ તમારૂં કાંઇ ચાલે તેમ નથી. જુઓ ! ચામર ઉજ્વળ છે, કમળ ઉજ્વળ છે, હાથીદાંત ઉજ્વળ છે, , પુષ્પ ઉજ્વળ છે, દક્ષિણાવર્ત શંખ ઉજ્વળ છે અને છેવટમાં ઘી પણ ઉજ્વળ છે કે જે ઘીના જ ગુણો સાંભળી તમે શાંત થઇ જશો.” ઘીએ વાધે વાન, કાન પણ સરવા થાયે, આંખે વાધે તેજ, ખરજ ને ખોડો જાયે; જરા ન વ્યાપે અંગ, ટાંગ તન ધાત ન ધ્રુજે, કાયા ગહિ કટિબંધ, અર્થ આગળથી સૂઝે; મુખનું મંડન ધૃતસહી, હાંક્યો હીંડે દેતો હડી; ધૃતવિહુણા જેહ નર, જાણો સુકી લક્કડી. દોહરો - લક્કડ સરીખા તે નરા, જે નવિ પામ્યા ઘીહ; ધૃત જીમંતા જે બન્યા, તે પંચાયણ સિંહ. માટે હે કાળી-શ્યામવર્ણી વ્હેનો ! આ ઉજ્વળતાના એટલે ગોરાપણાના ગુણ સાંભળી છાનામાના બેસી રહો અને વાદવિવાદ છોડી ધો.
આ રીતે પરસ્પરનો વિવાદ સાંભળી વચ્ચે એક વૃદ્ધ
Jain Education International
૧૮
=
For Personal & Private Use Only
www.jainelibrary.org