________________
- શાશ્વત ગિરિ મહિમા
આંબાની ડાળે બેસતી કોયલ પણ કાળી છે કે જેનો ટહુકાર કર્ણને બહુ જ મધુર લાગે છે, મરી-તીખાના દાણા કાળા છે જે ધોળા રંગના કપૂરની રક્ષા કરે છે, કૃષ્ણ મહારાજા કાળા હતા, શ્રી મલ્લિનાથસ્વામી, શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથ પ્રભુપણ શ્યામ વર્ણના જગતમાં પૂજનિક છે, માટે કાળાપણું કોઇ પણ રીતે વખોડવા લાયક નથી. કદાચ તમને ધોળાશ ઉપર બહુ ભાવ હશે, પરંતુ ધોળા તો બગલાઓ ઘણા કરે છે. વળી ધોળા રંગના માણસો તો ભૂતિયાં-કોઢીયાં જેવા લાગે છે તે શું સારૂ ગણાય ? અમે તો કહીએ છીએ કે જે માણસો બહુ ધોળા દેખાય તે પ્રાયે રોગનાં ઝપાટામાં હેલા સપડાઇ જાય છે, માટે ધોળાપણાનો એટલો બધો મહિમા વધારશો નહિ અને કાળાપણાને નિંદશો નહિ.”
આ સાંભળતાં જ ગોરી સ્ત્રીઓએ પ્રત્યુત્તર આપ્યો કે- “બ્દનો ! બહુ બોલવાથી શું વળે ? અમારા પગના અંગુઠાની બરાબરીમાં પણ તમે આવી શકો એમ નથી. સાંભળો !ગંગાજળ ગોરૂં છે જે પવિત્ર ગણાય છે, સરોવરની શોભા વધારનારા હંસલાઓ ગોરા છે, શીતળતા અને સુગંધતા જેનામાં વસી રહેલી છે એવું ચંદન પણ ગોરૂં છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org