________________
- શાશ્વત ગિરિ મહિમા :
કરી આનંદમાં સમય પસાર કરતા હતા. પરસ્પર હાસ્યવિનોદની ખાતર મશ્કરી મજાહ પણ થતી હતી.
જે સ્ત્રીઓનું રૂપ ઉજવળ એટલે શ્વેત હતું તે સ્ત્રીઓ શ્યામવર્ણી-કાળી સ્ત્રીઓ પ્રત્યે કહેવા લાગી કે- “બ્દનો ! અમે ઉજ્વળતાએ એટલે ગોરા વાને કરીને સુંદર રીતે શોભીએ છીએ, તેમાં અમારી સાથે તમે શ્યામ-કાળી સ્ત્રીઓ અમારી પંક્તિમાં બીલકુલ ભળતી જ નથી. તમારા શરીરના વર્ણની ભાત જુદી જ પડી જાય છે એટલે એકંદરે અમારી સુંદરતા ઓછી થઇ જાય છે, તેથી અમે તો કહીએ છીએ કે કાળાશ-શ્યામતા જગતમાં કોઇ પણ રીતે ઇચ્છવા લાયક જ નથી.”
તેના જવાબમાં જે કાળી સ્ત્રીઓ હતી તે કહેવા લાગી કે- “વ્હેનો !સાંભળો. ભલે કાળાપણું તમારી દ્રષ્ટિમાં ઠીક લાગતું નહિ હોય પરંતુ હસ્તીઓ પણ કાળા હોય છે કે જે મદોન્મત્ત થઇને તા છે, મેઘરાજા જે સહુના માથે ગાજ્યા કરે છે તે પણ શ્યામ છે, આંખની કીકી કાળી છે અને આંખ આંજવામાં આંજણની જરૂર પડે છે તે પણ કાળું છે, જમુના નદીના જળ પણ કાળાં છે, કસ્તૂરી કાળી છે કે જે ખરા સમયે ચેતન-શક્તિ મેળવી આપવાનું કામ કરે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org