________________
- શાશ્વત ગિરિ મહિમા :
મધુર અવાજ આપતા હતા અને સુવર્ણના શીંગડાઓથી તેજસ્વી લાગતા હતા, તેમજ ઢોલ, દદામા, ભેરી, ની, સરણાઇ ઇત્યાદિ વાજીંત્રો નિરંતર વાગતા હતા. ઝવેરીઓ, નાણાવટી, સોનીવાણીયા, દોશીવાણીયા, ફોક્લીયા, વણઝારા, વેધો અને ગાંધી એવા એવા અનેક ધંધાધારીઓ પણ સંઘમાં આવ્યા હતા અને સંઘમાં મનુષ્યો મોટી સંખ્યામાં હોવાથી સોનો ધંધો પણ સારી રીતે ચાલતો હતો. સંઘના કામકાજ માટે માળી, તંબોલી, ભોઇ, કંદોઇ, કંસારા, મણીયાર, સોનાર, સુતાર, લુહાર, કુંભાર, નાવી, ગોલા, દરજી, જડીયા, કણબી, રસોઇયા, પાણી ભરનારા, મર્દનીયા,કાવડીયા, ચીતારા, છીપા અને ગાંધર્વો વિગેરે મોટી સંખ્યામાં સાથે રાખેલા હતા.
શ્રી સંઘમાં પતિસેવાપરાયણ, શિયળ ગુણે કરીને સુશોભિત પટ્ટરાણી ભોપલદેવી (ભોપલદેવી સંઘ કાઢ્યા પછી ગુજરી ગયેલ જણાય છે.) પણ સાથે હતા, જેમની સાથે બોંતેર સામંત રાજાઓની રાણીઓ અલંકારયુક્ત વિધવિધ રંગબેરંગી ઉત્તમ વસ્ત્રોથી શોભતી હતી, અને અન્ય શેઠ-શાહુકારોની સ્ત્રીઓ પણ સાથે હતી. સર્વે સંઘભક્તિ યથાશક્તિ કરતા હતા અને માંહોમાંહે વાર્તાલાપ
૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org