________________
- શાશ્વત ગિરિ મહિમા -
જાણવા લાયક અને અનુમોદવા લાયક છે. સંઘમાં હસ્તીઓની અંબાડીમાં શ્રી જિનેશ્વર ભગવાનની મૂર્તિસહ સુશોભિત જિનમંદિરો શોભતા હતા, વાભાદિ ચોવીશ નિપુણ મંત્રીઓ સાથે હતા, નગરશેઠના પુત્ર આભડદે શેઠ સાથે હતા કે જે રસ્તામાં જ્યાં જ્યાં પડાવ થતો હતો ત્યાં ત્યાં શ્રાવકના ઘરદીઠ સોવન-ટકાની લ્હાણી પોતાના તરફ્ટી કરાવી સાધર્મિકવાત્સલ્યનો લાભ લેતા હતા, પભાષાચક્વર્તીદેપાળ કવિ પણ સાથે હતા, કપર્દી ભંડારી સાથે હતા કે જેમની ઉદારવૃત્તિ અને દયાની નજરથી કોઇ પણ માણસ ભૂખ્યો કે દુ:ખી રહેતો જ નહિ, પાલણપુરનો પ્રહલાદ રાણી, નવાણુ લાખની પુંજીવાળા છાડાશેઠ, રાજાના ભાણેજ પ્રતાપમલ્લ, અન્ય શેઠ-શાહુકારો, સર્વ દર્શનવાળા ધર્મગુરૂઓ અને સદ્ગુહસ્થો, શ્રી હેમસૂરીશ્વર મહારાજ આદિ મુનિમંડળ અને સંખ્યાબંધ યાત્રાળુસહિત એ સંઘ શોભતો હતો.
એ સંઘમાં અગીયાર હજાર હસ્તીઓ રત્નજડિત અંબાડીઓથી દીપતા હતા અને સાચા મોતીની માળાઓથી ઝૂલતા હતા, અગીઆર લાખ પંચવર્તી અશ્વો શોભતા હતા, અઢાર લાખ પાયદળ-પગે ચાલનારા સેનિકો હતા, પચાસ હજાર રથ હતા જેના બળદો ઘૂઘરમાળનો ધમકાર કરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org