________________
- શાશ્વત ગિરિ મહિમા -
નવાણુ પૂર્વ (૮૪ લાખને ૮૪ લાખે ગુણતાં એક પૂર્વ તેને ૯૯ વડે ગુણતાં જે અંક આવે તેટલી વખત પધાર્યા.) વખત પ્રાયે ફાલ્ગન સુદિ ૮ મે આ તીર્થ પર સમવસર્યા છે. અજિતનાથ અને શાંતિનાથ પરમાત્મા આ તીર્થે ચાતુર્માસ રહ્યા હતા તે વખતે અનેક મુનિઓ સિદ્વિપદને પામ્યા છે.
શ્રી હેમસૂરિ મહારાજ પાસેથી પવિત્ર તીર્થ શ્રી સિદ્વાચળનો અપૂર્વમહિમા સાંભળીને કુમારપાળ ભૂપાળનું હૃદય એકદમ ઉલ્લસિત થતાં શ્રી સિદ્ધગિરિનો સંઘ કાઢી લક્ષ્મીનો વ્યય કરી માનવદેહની સાર્થકતા કરવાની
અભિલાષા જાગ્રત થઇ અને વ્યાખ્યાન સંપૂર્ણ થયા બાદ પોતાને થયેલી ભાવના ગુરૂ સમક્ષ પ્રગટ કરી તુરત જ તૈયારી કરવા માંડી.
પ્રથમ તો શ્રી હેમસૂરિ મહારાજને સકળ સાધુપરિવાર સહિત સંઘમાં પધારવાની વિનંતિ કુમારપાળ મહારાજે વિનયપૂર્વક કરી અને નગરમાંથી જે કોઇને આવવું હોય તેને તમામ પ્રકારની સગવડતાથી યાત્રાનો મહાન લાભ મળી શકશે તેવી જાહેર ઉદ્ઘોષણા કરાવી. શુભ મુહૂર્ત શ્રી સિદ્વાચળની યાત્રા કરવાનો મહાન સંઘ કાઢ્યો.
કુમારપાળ ભૂપાળે કાટેલા સંઘની હકીકત ખાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org