________________
નિઃ શાશ્વત ગિરિ મહિમા :
ગણધર પુંડરીકસ્વામી પાંચ ક્રોડ મુનિ સાથે સિદ્વિપદને પામ્યા છે. કાર્તિક સુદિ ૧૫ મે દ્રાવિડ અને વારિખીલ્લ દશ ક્રોડ મુનિ સાથે સિદ્વિપદને પામ્યા છે. ફાગણ સુદિ ૧૦ મે નમિ-વિનમિ બે ક્રોડ મુનિસાથે સિદ્વિપદ પામ્યા છે. શ્રી બહષભદેવની પાટે અસંખ્યાતા મુનિઓ સિદ્ધિએ ને સર્વાર્થી સિદ્ધ ગયા છે તે પણ આ તીર્થેથી ગયા છે. બાષભદેવના વંશના અસંખ્ય રાજાઓ ચારિત્ર લઇ શત્રુંજય આવી અણસણ કરી સિદ્વિપદ પામ્યા છે. રામ ને ભરત (આ રામ, ભરત દશરથપુત્ર નથી, બીજા સંભવે છે.) બે બાંધવ ત્રણ ક્રોડ મુનિ સાથે સિદ્વિપદ પામ્યા છે. શ્રી કૃષ્ણના પુત્ર શાંબ ને પ્રધુમ્ન સાડીઆઠ ક્રોડ મુનિ સાથે ફાલ્ગન સુદિ ૧૩ શે અહીં સિદ્વિપદને પામ્યા છે. પાંચ પાંડવો વીશ ક્રોડ મુનિ સાથે અહીં પધારી મોક્ષમાર્ગે સીધાવ્યા છે. થાવસ્ત્રાપુત્ર મુનિ એક હજાર સાથે, શુક્રપરિવ્રાજક એક હજાર મુનિ સાથે, સેલગ સૂરિ પાંચશે મુનિ સાથે સિદ્ધિપદને પામ્યા છે. નારદ મુનિ (નવમાંથી કયા નારદ એ સ્પષ્ટ કહેલ નથી.) એકાણુ લાખ સાથે આ તીર્થે મોક્ષમાર્ગે સંચર્યા છે. એમાં સંખ્યાબંધ મુનિઓ સાથે અનેક મહાત્માઓ આ તીર્થના અવલંબને મોક્ષમાર્ગના સાધનારા થયા છે. શ્રી કષભપ્રભુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org