________________
નિઃ શાશ્વત ગિરિ મહિમા ઃ
લાછલદે અને લખમીબાઇ, કોડીમદે અને કનકાદે શેઠાણી વિગેરે જિનપૂજા-ગુરૂભક્તિ કરતાં અનેક પ્રકારના દાન દેતાં સંઘભક્તિ કર્યે જાય છે. આ રીતે શ્રી કુમારપાળ ભૂપાળનો સંઘ બહુ પરિવારથી તેમજ હય, ગય, રથ, પાલખી અને સુભટોથી શોભતો પાંચ પાંચ ગાઉએ પડાવ નાખતો જાય છે, તેમજ જ્યાં રાત્રિ પડી જાય ત્યાં શાંતિથી સ્થિરતા કરીને સંપૂર્ણ જયણા પૂર્વક યાત્રાવિધિ સાચવતો શ્રી સંઘ પ્રયાણ કરે છે.
અહિં પ્રસંગોપાત કવિ કહષભદાસ જણાવે છે કે“દરેક ધાર્મિક ક્રિયા યથાવિધિ જયણાપૂર્વક કરવાથી સંપૂર્ણ ળને આપે છે એવું શ્રી જિનેશ્વર ભગવંતનું ખાસ કથન છે. એ સર્વદા યાદ કરી તે પ્રમાણે વર્તન કરવાની ખાસ આવશ્યક્તા સમજવી.”
જયણાપૂર્વક કાર્ય કરવાથી કર્મ-મેલ ધોવાઇ જાય છે અને ધર્મની પુષ્ટિ થાય છે. દાન, શિયળ, તપ અને ભાવ વિગેરે સકળ કરણીમાં જયણાની ખાસ જરૂર છે. પોસહ, પ્રતિક્રમણ અને પૂજા કરતાં પણ જયણાની બહુ જ જરૂર છે. સાધુધર્મમાં પણ જયણાની મુખ્ય જરૂરીયાત છે. હાલતાચાલતાં જયણાપૂર્વક ધુંસરાપ્રમાણ આગળ જોઇને ચાલવાની જરૂર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org