________________
-: શાશ્વત ગિરિ મહિમા :
ભૂપતિઓએ સંઘવીપદ પ્રાપ્ત કરી મહાન્ સંઘ કાઢીને શ્રી સિદ્વાચળને ભેટી અપૂર્વ લ્હાવો લીધેલ છે. વિક્રમ સંવત બાર ચઉદની (અહીં સંવત ૧ર૧૧ કહી આવેલ છે. નવાણુપ્રકારી પૂજામાં સં. ૧૨૧૩ કહેલ છે.) સાલમાં મંત્રી આહવે ચૌદમો ઉદ્ધાર કરાવેલ છે. સંવત તેરશું ઇકોતેરમાં ઓશવાળવંશદીપક સમરાશાહે પંદરમો ઉદ્ધાર કરાવેલ છે અને સંવત પંદરસેં સત્યાશીમાં શેઠ કરમાશાહે શ્રી સિદ્ધગિરિનો સોળમો ઉદ્ધાર કરાવ્યો છે. (હેમચંદ્રાચાર્ય થઇ ગયા પછીની આ હકીકત બહષભદાસની કહેલી છે એમ સમજવું.).
સંવત બારશું વ્યાસીમાં મંત્રી વસ્તુપાળ-તેજપાળે શ્રી સિદ્ધાચળનો મહાન સંઘ કાઢી સંઘવીપદ પ્રાપ્ત કરી જન્મ સળ કરેલ છે. તેમણે નવીન અને ભવ્ય જિનમંદિર શત્રુંજય ઉપર કરાવેલ છે ને એકંદર અઢાર કોડ, ઓગણપચાસ લાખ સુવર્ણ ટકા ખર્ચે અપૂર્વ લાભ લીધેલ છે, તેમજ શ્રી અર્બુદાચળ અને ગિરનારની યાત્રા કરી એકત્રીશ ક્રોડ અને બત્રીસ લાખ સુવર્ણ ટકા ખરચ્યા છે અને જેમણે સવાલાખ જિનબિંબો ભરાવ્યા છે. આવી ઉત્તમ તીર્થભક્તિ કરનાર તે બન્ને પુન્યશાળી બધુઓના નામ અદ્યાપિ પણ જગતમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org