________________
-: શાશ્ર્વત ગિરિ મહિમા :
મશહુર છે.
શેઠ જાવડશાહ અને શેઠ કર્માશાહ કે જેમણે અનુક્રમે તેરમો અને સોળમો ઉદ્ધાર શ્રી સિદ્ધાચળ તીર્થનો કરાવેલ છે. તે બન્નેની વચ્ચેના સમયમાં ચોરાશી લાખ સંઘવીઓ ત્રણ લાખ સમક્તિધારી ભૂપતિઓ, સત્તર હજાર ભાવસારો, સોળ હજાર ખત્રીઓ, પંદર હજાર વિપ્રો, બાર હજાર કણબીઓ, નવ હજાર લેઉઆ કણબીઓ અને પાંચ હજાર પીસ્તાલીશ કંસારાઓ-એ સર્વેએ શ્રી વિમલાચળ તીર્થના સંઘો કાઢીને મહાન્ લાભ મેળવેલ છે. શ્રી ભરત મહારાજા કે જેમણે આ તીર્થનો પ્રથમ ઉદ્વાર કરાવેલ છે તે અને છેલ્લો એટલે સોળમો ઉદ્વાર કરાવનાર શેઠ કરમાશાહની વચ્ચેના સમયમાં શ્રી સિદ્ધગિરિના જે જે સંઘો નીકળ્યા છે તેની સંખ્યા તો કેવળીગમ્ય સમજવી.
અહિં રાસકર્તા કવિ ઋષભદાસ કહે છે કે :
જે પુન્યવંતા નરવળી હોવે, તે શત્રુંજય ગિરિવર જોવે; પુન્ય ઠામે ધન ખરચ્યું જેણે, સોય સંઘાતે આવે તેને.
તે પુન્યવંતા નર વળી હોંશે, કરશે શેત્રુંજાની જાત્ર; તે નર રાને રોયા જાણો, જેણે ન કીધી તેની યાત્ર.
Jain Education International
૧૦
For Personal & Private Use Only
www.jainelibrary.org