________________
-: શાશ્વત ગિરિ મહિમા :
પાટે દંડવીર્ય ભૂપતિ થયા. તેમણે ભરત મહારાજાની પેઠે સંઘ કાઢી શ્રી શત્રુંજય તીર્થનો બીજો ઉદ્ધાર કરાવેલ છે.
તપશ્ચાત શ્રી શત્રુંજય તીર્થનો ત્રીજો ઉદ્વાર ઇશાનંદ્રે, ચોથો ઉદ્ધાર માહેંદ્ર, પાંચમો ઉદ્વાર બ્રહ્મદ્રે, છઠ્ઠો ઉદ્વાર ચમરેંદ્રે અને સાતમો ઉદ્વાર સગર ચક્રવર્તીએ કરાવેલ છે. તે સગર ચક્રવર્તીના સમયે પચાસ કરોડ, પંચાણુ લાખ, પંચોતેર હજાર ભૂપતિઓએ શ્રી સિદ્ધગિરિનો સંઘ કાઢી સંઘવીપદ પ્રાપ્ત કરેલ છે અને તેમણે રત્નમય અને કનકમય જિનબિંબો કરાવી મહાન લાભ પ્રાપ્ત કરેલ
ત્યારબાદ આઠમો ઉદ્વાર વ્યંતરેંદ્રે, નવમો ઉદ્વાર ચંદ્રયશા રાજાએ, દશમો ઉદ્ધાર ચક્રાયુદ્ધ રાજાએ, અગીયારમો ઉદ્ધાર રામચંદ્રજીએ અને બારમો ઉદ્ધાર પાંચ પાંડવોએ કરાવેલ છે. પાંચ પાંડવ અને શ્રી વીર ભગવાન વચ્ચેનું ચોરાશી હજાર વર્ષોનું અંતર વીત્યા બાદ વીર પછી ૪૭૦ વર્ષે શ્રી વિક્રમ રાજા થયા, જેમનો સંવત લખાવો શરૂ થયો. તે સંવત એકસો ને આઠમાં જાવડશાહ શેઠે આ તીર્થનો તેરમો ઉદ્ધાર કરાવેલ છે. બારમો ઉદ્ધાર કરાવનાર પાંચ પાંડવ અને તેરમો ઉદ્વાર કરાવનાર જાવડશાહની
વચ્ચેના સમયમાં પચીશ ક્રોડ, પંચાણું લાખ, પંચોતેર હજાર
Jain Education International
८
For Personal & Private Use Only
www.jainelibrary.org