________________
નિઃ શાશ્વત ગિરિ મહિમા :-)
ચલાવતાં હેમસૂરિ મહારાજ બોલ્યા કે- પરમપવિત્ર શ્રી સિદ્ધગિરિની યાત્રા મહાન સંઘ કાઢીને ઘણા ભાગ્યશાળીઓએ મોટા ખર્ચ કરીને કરી છે, સંઘપતિપણાનો અપૂર્વ લાભ મેળવ્યો છે તથા એ તીર્થનો ઉદ્ધાર કરાવી અચળ નામના મેળવી છે. જેનું વર્ણન સંક્ષેપમાં આ પ્રમાણે છે.
શ્રી બદષભદેવ ભગવંતની દેશના સાંભળી ભરત મહારાજાએ મહાન સંઘ કાઢી શ્રી સિદ્ધાચળની યાત્રાનો અપૂર્વ લાભ પ્રાપ્ત કરેલ છે, જે સંઘમાં નવાણુ કરોડ તો સંઘવીઓ સાથે હતા એટલે જેમણે સંઘ કાઢી સંઘવીપદ પ્રાપ્ત કરેલ એવાં નવાણુ કરોડ શ્રેષ્ઠીજનો સાથે હતા તેમજ ચોરાશી હજાર નૃપતિઓ પણ સંઘમાં સાથે હતા. એવી રીતે સંપૂર્ણ પ્રદ્ધિ-સિદ્ધિ સાથે અને મોટી સંખ્યામાં યાત્રાળુઓ સહિત ઘણી જ ધામધુમથી ભરત મહારાજાએ સંઘ કાઢી શ્રી સિદ્ધાચળ તીર્થનો પ્રથમ ઉદ્ધાર કરાવેલ છે.
તે ભરત ભૂપતિની પાટે અનુક્રમે આદિત્યયશા, મહાયશા, અતિબલ, બલભદ્ર, બલવીર્ય, કીર્તિવીર્ય અને જલવીર્ય ભૂપતિઓ થઇ ગયા, તેમની અને ભરત મહારાજાની વચ્ચે છ કરોડ પૂર્વ વ્યતીત થયા બાદ આઠમી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org