________________
૭૦ કી રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કરી
પ્રતાપસૂરિજી જો “આચાર્યો જ કરે એ આગ્રહ સેવા હેય તે આચાર્યો જ નિર્ણય કરે. વર્તમાનમાં આચાર્યો છે તે મળીને જે નિર્ણય લાવશે તે બધાને માન્ય હશે ને? બીજા આચાર્યો બહાર છે તેઓને લેખિત જવાબ ન આવે...આપણે વિચાર કરી નિર્ણય કરીએ અને તે બીજાઓને મંજુર થશે? રામસૂરિજી D.-કેશુભાઈને કહેવા પ્રમાણે જે કરવામાં આવે તે એ રીતે લેવાશે તે નિર્ણય સર્વમાન્ય નહિ થાય.
પ્રતાપસૂરિજી-ચકેશ્વરીદેવીને લાવીશું? રામસૂરિજી D -હા જ તે.
પ્રતાપસૂરિજી-શેઠના ધ્યાનમાં લાવવા માટે કહું છું. જરૂર આચાર્યો વિચાર કરશે, પણ તેઓએ કરેલા નિર્ણયમાં બધા જ કબુલાત ન આપે તો? પછી પણ વિચારણા કરવી રહી ને?
દર્શનવિ ત્રિપુટી-મંજુર ન થાય તે ઠીક વિરોધ થશે.
રામસૂરિજીD –આ વાત પહેલેથી જ ઉપસ્થિત કેમ ન થઈ? પ્રથમ આ વિચારણા કરતાં શું વાંધો હો ? આચાર્યોએ જ વિચારણા કરવાની હતી તે તપાછશ્રમણ સંઘ કરવાની શી જરૂર હતી ?
હંસસામ-(વળી ફરી) અમને તે મુક્ત કરે, રોજ અપમાન શું કામ સહન કરવાં?
પ્રતાપસૂરિજી-સાધુને માન-અપમાન ન હોય.
હંસસામ-અમારે તે માન-અપમાન છે જ, પ્રમત્ત છીએ. કેવળજ્ઞાન થયું નથી.
પ્રતાપસૂરિજી-કેશુભાઈને ધ્યાન માટે તે વાત મૂકી છે.
રામસુરિજીD-સમુદાયનીધ કરી ત્યારે સૂરિઓને જ નેધવા હતા ને! નેંધ થઈ તે વખતે બીજા પંન્યાસ–ઉપાધ્યાય-મુનિઓની
ધ શા માટે લેવામાં આવી? જે સૂરિઓથી જ કામ લેવાનું હતું તે વળી જે વાત તેમ જ છે તે આ અન્ય મુનિઓને બેસવા કેમ દીધા છે? આચાર્યો સાથે બીજાઓને પણ આમંત્રણ કેમ અપાયાં છે? આમાં કાંઈ ભેદ તે નથી લાગતું ને?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org