________________ 249 'ક પંદરમા દિવસની કાર્યવાહી ; રામચંદ્રસૂરિ (ગરમ થઈને)-તમે તમારા આસને બેસી જાવ ને શાંતિ રાખી જે થાય તે જોયા કરે ને? [શાસન પક્ષના ઉઠી ગયા બાદ પુણ્યવિમરને ઉદેશીને રામચંદ્રસૂરિ આદિ બોલ્યા તે નીચે મુજબ -] રામચંદ્રસૂરિ-આજે જે થયું છે તે કઈપણ રીતે મુનિના આચાર પ્રમાણે તે યોગ્ય નથી જ. બીજાને વારંવાર છેડી દેવાનું કહેવું ને પિતાને ત્યાં બધી જ પ્રકારનાં દ્વાર બંધ! તે ગ્ય નથી જ: અમે આવું સમજતા ન હતા. એમના તરફથી આવતા હલાઓ (અમે ઘણા સહન કર્યા છે.) એમના જવાબ આપવાની અમારી શક્તિ છતાં અમે જાણીને નથી આપ્યા. કેમકે–અમે બાર પર્વતિથિ, શાસ્ત્રશુદ્ધ પરંપરા પ્રમાણે કરવા આવ્યા છીએ. જયકીનિ જે બેલ્યા તે વ્યવસ્થિત જ છે, તેમાં જરાય અનુચિત નથી. તેમાં આ રીતે ઉઠી જવું તે ઠીક નથી. એટલાથી જ જે સંમેલન અટકતું હોય છે અને એમને માફી જોઈતી હોય તે અમે એકવાર નહિ પણ લાખવાર માફી માગવા તૈયાર છીએ. અત્યારને માટે જે કાંઈ કહેવામાં આવ્યું હતું તે ગ્ય હતું? (છતાં અમે) માફી માગવા તૈયાર હતા. વિનંતિને (સમજી) ઉદારતા રાખી કાર્ય કરે. મરજી. આવે તેમ ઉભા થઈ જવાય તેમાં શું શોભા છે? અમારા ગુરુઓની આશાતના કરી. (તે) બધું શું (અમે) સાંખી લેવાના હતા પણ ગળી ગયા. સમાજ માટે આ બધું સારું દેખાય? ન્યાય આપી શકતા હેત તો એમને (કયારનેય) આપી દીધું હેત; છતાં બધું જોઈ પીધું છે અમે. અને હજુપણ ઝેર જેવા વચને હશે તે પણ પી જઈશું સારું દેખાતું હશે તે (અમારું) બધું જ છોડી દઈશું અને લાવાર માફી માગીશું. આજે જે થયું તે કેટલીક રીતે એગ્ય નથી જ, બીજાને વારંવાર છોડી દેવા કહેવું તે ગ્ય નથી જ. પરમદિવસે અમારા માટે જે બેલાયું હતું તેમાં જ અમારે ઉઠવું હેત તે અમે તરત જ ઉઠી જાત, પણ સહન કરીને બેસી રહ્યા. - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org