________________
૧૫૦ + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. પવીની વિચારણા કરવાની છે જ નહિ, કારણકે-પ્રેમસુરિજી છોડી દેવા તૈયાર છે.'
પંદર દિવસ પહેલાં કેશુભાઈ (ને ત્યાં) અમે (આ વાત) લઈને જવાના છીએ'એમ વાત આવેલ, એ વાતાવરણ હવે સંભ ળાતું નથી. રામચંદ્રસૂરિજી કાનપૂરથી આવી શકે તેમ નથી. (એમ ખબર આવેલ.) આ સ્થિતિમાં લબ્ધિસૂરિજી, પ્રેમસૂરિજીની વાત નહિ માને (માટે રામચંદ્રસૂરિ જે કાનપૂરથી ન જ આવવવાના હેાય તે છેવટ) તેમની સંમતિ (તે આવી જવી) જોઈએ જ. પ્રથમ તે આપણે ચારેયના નામથી પત્ર લખી અમદાવાદની વાત પૂછાવીએ.” એમ વિચારેલ. તે પછી આપણે પુછાવવું ઠીક ન લાગ્યું ત્યારે “વાટાઘાટમાં શ્રી સિદ્ધિસૂરિજી અને લબ્ધિસૂરિજી હેય તે રામચંદ્રસૂરિ સંમત થશે ને?' એમ તેઓ બને આચાર્યોને પૂછાથવા સારૂ બે ગ્રહસ્થને અમદાવાદ મોકલવા ઠર્યું અને ચીનુભાઈ તથા હરગોવીંદ મણીયારને અમદાવાદ મોકલ્યા. અમારે કદંબગિરિ જવાની ભાવના હતી, પણ “આ પતી જતું હોય તે ઠીક.” એ લક્ષથી (તેઓ અમદાવાદથી શું વાત લાવે છે ? એ જાણવા સારૂ) અમે પાલીતાણે જ રહ્યા. ત્યાં બંને પક્ષના કડીયા-છોટાલાલભાઈ આદિ ૧૧ ગૃહસ્થનાં નામ લખાયાં. - અમદાવાદ મોકલેલ બંને ગૃહસ્થોને એમ પણ કહેલ કે-“તમે બે જણ પ્રથમ તે કેશુભાઈને ત્યાં જ અને “પંદર દિવસ પહેલાં અમારા કાને વાત આવેલ, તેમાં કાંઈ છે?” એમ તેમને પૂછજો. જવાબમાં તેઓ “તે વાતાવરણ હવે નથી” એમ કહે તે પાછા આવજે અને કેશુભાઈ પાસે વાતાવરણ લાગે તે સિદ્ધિસૂરિ, મનહરસૂરિ, પ્રેમસૂરિ, લબ્ધિસૂરિ વગેરે બધું જ સ્થળે જઈ આવજો. દેવેન્દ્રસાગરજી અહિં છે, હર્ષસૂરિજી ત્યાં છે, રામચંદ્રસૂરિ પાસે કાનપૂર જઈ આવજે અને કહેશે કે સમાધાન માટે છ જણાઓ (એ) અમદાવાદ એકઠા થવાનું વિચાર્યું છે, તેમાં આપને આવવું પડશે.” જે ન (ના) કહે તે જણાવવું કે- “આપ ન પધારી શકે તે સંમતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org