________________
- F નવમા દિવસની કાર્યવાહી - ૧૪૩ હશે, પણ અમે બાર પવની ચર્ચા ન જ થઈ શકે, એ સમઇને જ આવ્યા છીએ. અમે તેને ચર્ચાને વિષય માનતા નથી.” તે ચર્ચાને વિષય છે કે કેમ? તે કેશુભાઈને વિષય નથી. કેશુભાઈ ગમે તે નક્કી કરીને બોલાવે, પણ તે કંઈ તેમને વિષય નથી.
૧૨-૩૩થી મૌન-શાંતિ-બને પક્ષે મંત્રણાઓ-પ-૧૦થીચાલુરામચંદ્રસૂરિ-નંદનસૂરિજી મહારાજ આહાર માટે પધાર્યા છે?
પ્રતાપરિજી-ના, સ્પંડિલ ગયા છે. અને કહી ગયા છે કેકામ શરૂ રાખશે; પણ મને તે ઠીક નથી લાગતું. આજ જરા જલતી આવ્યા એટલે ઠલે જવાનું બાકી રાખેલ. રામચંદ્રસૂરિ-ભલે! ભલે! ૧૦ મીનીટ લાગશે ને ? ૧-૧૩
રામચંદ્રસૂરિ-કાલે જે અમે છેલ્લે છેલ્લે કહેલ છે, તે વાત આજે અમારે છેલ્લી છેલ્લી વધુ સ્પષ્ટ કરી દેવાની છે તે આપની સામે રજુ કરું છું.
સુશ્રાવક કેશુભાઈએ આપણને સહુને સર્વ તિથિના નિર્ણય માટે જ અને એ હેતુથી જ એકત્રિત કરવા માટે જ આમંત્રણ આપ્યાં હતાં. ૧૨ પર્વ તિથિની ક્ષય-વૃદ્ધિએ શું કરવું? તેની ચર્ચા કરીને શાસ્ત્રોક્તરીતે નિર્ણય લાવવા સારૂજ બેલાવ્યા છે, એમ સમજીને જ અમે આવ્યા. (છીએ.)
તે એ વાત નિશ્ચિત થઈ જાય કે-જેને જેને આમંત્રણ આપેલાં હોય તેઓ અને જેમના આચાર્ય ન હોય તે મુનિશ્રી અને ન આવી શકે તેઓના પ્રતિનિધિ, તેઓ બેસી વિચાર કરે-શાસ્ત્રાર્થ કરે અને સર્વાનુમતે નિર્ણય લાવે, એ વાત કેશુભાઈની છે. ' આજે વધારે સ્પષ્ટ એ થાય છે કે-સંવત્સરીની વિચારણા ઉભી રાખી નથી અને સંવત્સરીની ચર્ચામાં પણ પાંચમને ઉભી રાખીને જ વિચારણા કરવાની છે તે તેમાં અમે સંમત થતા નથી જ, તે રીતે ચર્ચાને અવકાશ અમારી દષ્ટિએ નથી. એ રીતને નિર્ણય હશે તે પણ અમને માન્ય નહિ જ રહે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org