________________
૧૪૨
- રાજનગર ગ્રંમણ સંમેલનની કાર્યવાહી ;
દિવસ ૯ મો. વે. શુ. ૧૨ બુધવાર ૧ર-૧૪ મીનીટે પૂઉદયસૂરિજી મળનું મંગલાચરણ.
પૂ આ શ્રી નંદરસૂરિજીમનું મંતવ્ય. ગઈકાલે શુ.૧૧ના રોજ શ્રી રામચંદ્રસૂરિજીના વક્તવ્યમાં. સંવત્સરીની ચર્ચામાં બાર પર્વતિથિની ચર્ચાને સમાવેશ થઈ જાય છે તેવું જે કોઈનું પણ સમજવું થયું હોય તે તે સમજણ બરાબર નથી.
સંવત્સરીની ચર્ચામાં બાર પવતિથિની ચર્ચાને સમાવેશ કેઈએ. પણ સમજવાને નથી, બાર પર્વ તિથિને ચર્ચાને વિષય નહિ કરવાની અમારી માન્યતા તેમજ બાર પર્વતિથિની ક્ષય વૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકાને માન્ય રાખવાની તપાગચ્છીય સકલ શ્રી શ્રમણ સંઘને અમારી પ્રથમ વિનંતિ હતી તે તે રીતે જ કાયમ છે.
સંવત્સરીની ચર્ચામાં સંવત્સરી અને ઉપયોગી જે વિષય હશે તે ચર્ચાશે. અર્થાત તેમાં પ્રસંગોપાત ભા. શુ. પની વિચારણને અવકાશ ભલે રહે પણ તેમાં બાર પર્વતિથિની ચર્ચાને અવકાશ સમજવાને નથી.
ભા. શુ. પની ક્ષય-વૃદ્ધિમાં પણ પાંચમને અખંડ રાખીને સંવત્સરીની આરાધના અમો કરતા આવ્યા છીએ. (અને કરીએ છીએ.)
(૨) આ મુનિ સંમેલનમાં લવાદને કે લેખિત ચર્ચાને સ્થાન છે જ નહિ અને તે પદ્ધતિને અમો વાજબી માનતા નથી. • (૩) શેઠ કેશુભાઈએ આચાર્યોને-મુનિવરોને કે પ્રતિનિધિઓને આમંત્રણ કર્યું હોય તે તમામ સમુદાયના મુખ્ય મુખ્ય આચાર્યોમુનિરાજે કે પ્રતિનિધિઓ સમિતિમાં આવવા જ જોઈએ, એ અમે વ્યાજબી માનીએ છીએ, છતાં બીજી રીતે પણ વિચારણાને જરૂર અવકાશ રહે છે.
(૪) કેઈ બાર પર્વ તિથિ (ની) ચર્ચા સમજીને ભલે અહિં આવ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org