________________
૧૩૪ ર રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન
આમાં તમામ સમુદાયના મુખ્ય મુખ્ય આચાર્યો અને અમદાવાતના મુખ્ય મુખ્ય ઉપાશ્રયે આવી જાય છે. દેવસૂર તપાગચ્છના બધા આવી જાય છે. કેશુભાઈને સંમેલનમાં આપણને બોલાવવાને જે હોશ હતું તે પણ સચવાય છે. | સર્વાનુમતે નિર્ણય કરવાનું છે તે પછી સંખ્યા માટે આગ્રહ ન કરે. આવી સમિતિ નીમારશે તે એકમતે નિર્ણય થાય તે પ્રકારે સમિતિથી કાર્ય પતશે. આ સમિતિ, વિષયવિચારિણી સમિતિ તરીકે જ રહેશે. પ્રથમની સમિતિ કાયમ રહેશે. બાર પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન કરવાની પ્રણાલિકા સંબંધી ચર્ચા ન કરવાની વાત આ સમિતિમાં ઉભી રહેશે.
ચર્ચા કરવાની વાતમાં બધા મુનિએ શાંતિથી સાંભળી શકે. તમામને અપર્વ વાત સાંભળવાને અવસર ખૂંચવી લે તે મને વ્યાજબી નથી લાગતું.
બીજી એક વાત છે. મને કાલની ચર્ચા અંગે જે દુઃખ થયું છે તે બાબત મારે કહેવાનું છે.
રામચંદસરિ–તેવું તે માટે પણ ઘણું ઘણું કહેવાનું છે, પરંતુ એવું કહેવા બેસીશુ તે આ સમિતિની વાત રભે પડશે.
નંદસૂરિજી-મારે કહેવાનું છે કહી દઉ. રામચંદ્રસૂરિપછી મારે પણ કહેવું પડશે. નંદન રિજી-કંઈ વધે નહિ, ખુશીથી સાંભળીશ.
રામચંદ્રસૂરિ-પ્રથમ વાત થએલ કે-તપાગચ્છમાણસ ૧૦૦ ની સમિતિ નીમી, તે નાની સમિતિ ન નીમી શકે. અને આજે એ ૧૦૦ની જ સમિતિ આ નાની સમિતિ નીમે છે. એ વાત આજે કરી ઉપસ્થિત થાય છે. તે દિવસે શમણસંઘ જ આ સમિતિ નીમે છે, એમ કહેવાયું હતું અને તે કથનની સાક્ષીમાં ગયા સંમેલનની ૦૦/-ની વાત મૂકાયેલ. અને આજે તે ૧૦૦ની સમિતિએ નાની સમિતિ નીમવાની વાત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org