________________
મૂર્ખ માનવી સુખને દૂરની વસ્તુ સમજીને એને મેળવવા ઈચ્છે છે. બુદ્ધિશાળી વ્યક્તિ સુખને પોતાના પગ પાસે ઉગાડવાનું ઈચ્છે છે.
, - જેમ્સ શોપનહામ
માનવીનો સાચો મિત્ર છે એની દશ આંગળીઓ.
- રોબર્ટ કોલીયર
લગ્નજીવનમાં હું તને ચાહું છું જેવું જ બીજું સમર્થ વાક્ય છે : ‘તમે કદાચ સાચા હશો
- ઓટેન આર્નોલ્ડ
શત્રુ કરતાં દોસ્તને ક્ષમા આપવાનું કામ વધુ કપરું છે.
- ડોરોથી ડીલ્યુજી
(મૂર્ખ આદમી બોલાવ્યા વિના આવે છે, પૂછ્યા વિના બોલે છે, જેની પર વિશ્વાસ ન મૂકવો જોઈએ તેના પર વિશ્વાસ મૂકે છે.
- મહાભારત
(દયા કદી એળે જતી નથી. જેના તરફ એ વહે છે તેના ઉપર તેની કશી અસર ન થાય છતાં પણ દયા કરનારને તો લાભ કરે છે જ.
- એસ. એચ. સીમન્સ
માર્ગમાં તમને જે સંકટો નડ્યાં તેમાં દુનિયાને રસ નથી. તમે નાવ કિનારે લાવ્યા કે નહિ તેમાં જ તેને રસ છે.
- આંદ્રે મોરલીઆ
(૮૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org