________________
જ્યારે આત્મા કોઈ કહે અને બુદ્ધિ કાંઈ બીજું જ કહે એવા સમયે તમે આત્માનું જ કહ્યું કરજો.
- સ્વામી વિવેકાનંદ
પુસ્તકનો સાચો ઉપયોગ માનવીને પોતાની જાતે વિચારતો કરી મુકવાનો છે. જે પુસ્તક તેમ કરી ન શકે તેનું મૂલ્ય અભરાઈ પર એણે રોકેલી જગ્યા જેટલું પણ નથી.
- રિચી ફોલ્ડર
આઝાદી બે પ્રકારની હોય છે. એક તો જૂઠી આઝાદી - જેમાં જે માનવી જેવું ઈચ્છે એવું કરે. બીજી સાચી આઝાદી - જેમાં માનવી એ કરવા માટે સ્વતંત્ર હોય જે એને ખરેખર કરવું જોઈએ.
- સી. કિંગ્સલે
માનવીએ પ્રભુ પર એટલી શ્રદ્ધા રાખવી જોઈએ કે જેથી તેને જગતની સહાનુભૂતિની જરૂર જ ન પડે.
- ઈશુ ખ્રિસ્તા
અનેક મુસીબતો જેમણે ભોગવી છે તેઓ અનેક ભાષાઓના જ્ઞાતા જેવા બની જાય છે. તેઓને બધા સમજી શકે છે અને તેઓ બધાને સમજી શકે છે.
- રેશેન્સિન
| ક્રોધ એક પ્રકારનું તોફાન છે એ જ્યારે આવે છે ત્યારે વિવકને નષ્ટ | કરે છે.
- યુનાની કહેવતો
૮૧ )
Jain Education International
+ For Personal & Private Use Only
www.jainelibrary.org