________________
આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ, તેમનામાં જ આપણને વધુ દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે.
- જોન ફલેચર
સફળતા કદી કાયમી હોતી નથી, તે જ રીતે નિષ્ફળતા પણ કાયમ માટે રહેતી નથી.
- કોલિન્સ
ખુશામત કરતાં તો ઘણાં માનવીઓને આવડતી હોય છે પણ પ્રશંસા કરતાં ઘણાં થોડાઓને આવડે છે.
- વેન્ડેલ ફિલિપ્સ)
દિવાની સમીપ એકલા બેઠા હોઈએ અને સામે પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકેય નથી.
- ચોશીદા કેનાકે
તમે નિશાન ચૂકી ગયા છો? તો શું થયું? લક્ષ્ય તો હજી ચમકી રહ્યું છે. તમે દોડવામાં પાછળ રહી ગયા છો? તો શું થયું? શ્વાસ ખાવા થોભો, જેથી પુનઃ દોડવામાં ભાગ લઈ શકો.
- એલન વ્હિલર વિલકોક્સ
બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી વસ્તુ છે.
- શેક્સપિયર
ચિત્રકાર એટલે જે વેચાઈ શકે તેવી વસ્તુઓ ચીતરનારો, જ્યારે કલાકાર એટલે કે જે ચીતરે તે વેચાઈ જાય.
- પિકાસો
૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org