________________
પોતાનું કંઈક રોજિંદું કામકાજ નિયમિતપણે બજાવવું એના જેવું સુખ બીજું કોઈ મેં જાણ્યું નથી.
જેણે કદી ભૂલ નથી કરી એવો માણસ મને બતાવો, અને હું તમને એવો માણસ બતાવીશ કે જેણે જીવનમાં કશું હાંસલ નથી કર્યું.
- એચ. એલ. લેલેન્ડ
મોટા હોદાઓ મહાપુરૂષોને વધુ મોટા બનાવે છે. હીન પુરૂષોને વધારે હીન બનાવે છે.
સત્યનો ભંગ અસત્ય બોલવાથી જ થાય એવું નથી, મૌન રહેવાથી પણ એનું એટલું જ ઉલ્લંઘન થાય છે.
જો તારે ડાહ્યા થવું હોય, તો તારી જીભને કાબૂમાં રાખવા જેટલો ડાહ્યો થા.
દરેક જણ સત્ય પોતાના પક્ષે રહે એમ ઈચ્છે છે પણ દરેક જણ સત્યના પક્ષમાં રહેવા ઈચ્છતો નથી.
આંખ અને કાન હંમેશાં ઉઘાડાં રાખવા જોઈએ. પણ મોટું તો | મોટેભાગે બંધ રાખવામાં જ શાણપણ રહેલું છે.
- લબક
તમારો જન્મ થયો એ પહેલાં પણ જગત જીવતું હતું અને તમારા | મૃત્યુ પછી પણ જીવતું જ રહેવાનું હોવાથી મિથ્યાભિમાન મૂકી દો.
(
૯
)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org