________________
અહંકાર સદ્ગુણોને ખાઈ જવા સિવાય બીજું કશું જ કામ કરતો નથી.
સુખી માણસ એ છે કે જેને આ દુનિયામાં પોતાનું મનગમતું કામ મળી જાય.
મહેનત શરીરને બળવાન બનાવે છે, મુશ્કેલીઓ મનને મક્કમ બનાવે છે.
જે અશક્ય છે તેની આશા રાખો નહિ.
- કુલર
કદી પણ એમ ધારશો નહિ કે તમારી વય અધિક થઈ હોય એટલા માટે તમારે વિકાસ પામતા - પ્રગતિ કરતા બંધ થવું જોઈએ. જો તમે આવો વિચાર કરતા રહેશો તો તમે શીધ્ર વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરશો. તમે તરુણ જ છો એ વિચારને કદી પણ તિલાંજલિ આપશો નહીં. કદી પણ એમ કહેશો નહિ કે અમુકતમુક કાર્ય તમે એક સમયે કરી શકતા હતા. તેવી રીતે હાલ કરી શકતા નથી. તારુણ્યમય જીવન ગાળો. તમે ગમે એટલું આયુષ્ય ભોગવ્યું હોય તો પણ પુનઃ મન દ્વારા એક છોકરા કે છોકરીની જેમ જીવન ગાળતા ડરશો નહિ. તમારી રીતભાત એવી રાખજો કે એમાં વૃદ્ધાવસ્થાનું લેશ પણ ચિહ્ન આવે નહિ. સ્મરણમાં રાખજો કે સડી ગયેલું મન, ખવાઈ ગયેલું મગજ જ શરીરને વૃદ્ધ બનાવી દે છે. માટે વિકાસ પામતા રહો. તમારી આસપાસની પ્રત્યેક શુભ વસ્તુમાં રસ લેતા રહો.
- ઓરિસન સ્વેટ માર્ડન
Jain Education International
too
સેનેકા
For Personal & Private Use Only
www.jainelibrary.org