________________
જો તમારે ખરેખર સમૃદ્ધ રીતે જીવવું હોય તો તમે એવા દિવસની પ્રાર્થના કરો કે જેમાં તમારું મન ભૂત અને ભાવિથી મુક્ત હોય.
મકાન કેમ બાંધવું તે આપણે જાણીએ છીએ પણ મકાનમાં સુખરૂપ કેમ જીવવું તેની આપણને ખબર નથી.
એકલા સંજોગો જ માણસને સુખી કે દુઃખી કરી શકતા નથી એ સંજોગો તરફનું માણસના મનનું વલણ ઘણો મોટો ભાગ ભજવે છે.
જે માણસ ખોબેથી પાણી પી શકે તેણે કમંડળના ઓશિયાળા શા માટે રહેવું જોઈએ?
(જે પોતાની જાત પર રાજ્ય કરે છે તે વિશ્વનો સમ્રાટ છે.
આપણાં દુઃખનો ઈલાજ ક્યારેય બીજા કોઈ પાસે હોતો નથી, હોય તો આપણી પાસે જ હોય, નહિ તો ક્યાંય ન હોય.
સુખ એ મનની સ્થિતિ છે. તે મનને ગમે ત્યારે પ્રાપ્ત થઈ શકે છે અથવા કોઈ રીતે પ્રાપ્ત થઈ શકતી નથી.
મહાન માણસ તે છે જે પોતાના પહેલાં બીજાના સુખનો વિચાર કરે.
(બીજાની દેખાદેખીથી કે બીજા સાથેની હરિફાઈથી આપણે જેને મેળવીએ તે જો આપણને જરૂરી ન હોય તો તેનું સુખ આપણે કઈ | રીતે માણી શકીએ?
ક૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org