________________
પ્રાર્થના એટલે ઈશ્વર સાથેનો સીધો વાર્તાલાપ.
- દિવ્યાનંદ
શ્રદ્ધા વગર આરાધના થાશે તો આડંબર હશે, શોધ કરમા, શિવ તારા જીવની અંદર હશે.
- કુતુબ આઝાદ'
દોષને શોધવો સહેલો છે, તેને સુધારવો અઘરો છે.
સત્ય કોઈ અંતિમ બાબત નથી. હરેક પળે એને શોધવાનું છે. સત્યનો સંચય કરી શકાતો નથી. જે કાળની મર્યાદામાં છે તે સત્ય નથી પણ સ્કૃતિ છે.
- જે કૃષ્ણમૂર્તિ
સાચા સલાહકારની ફી હોતી નથી.
- બક સ્ટોન
જીવનભરનું સુખ - એ તો કોઈપણ માણસ જીરવી ન જ શકે. એ તો પૃથ્વી ઉપર નર્ક બની રહેશે.
- બર્નાડ શો
નમ્રતા એટલે હુંપણાનો આત્યંતિક ક્ષય.
- ગાંધીજી
૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org