________________
મોટામાં મોટો વિજય જોઈતો હોય તો સામા માણસની નમ્રતા કરતાં વધુ નમ્રતા દાખવીને બાજી જીતી લો.
| મહેરબાની કરીને યુવાનોની ટીકા ન કરો. તેમ કરીને તમે વૃદ્ધ દેખાવો છો.
ચારે બાજુ ભ્રષ્ટાચાર છે. આ તમારો વસવસો છે કે પ્રેરણા! તમે આ ઘટાડવાના છો કે વધારવાના છો?
જ્યાં સામા માટે ભોગ આપવાની અને બીજાની ખુશી માટે જતુ કરવાની તૈયારી હોય ત્યાં પરસ્પર સ્નેહ અને સમર્પણની ભાવનાની જ ભરતી હોય.
લોકોને તમારી નિષ્ફળતાનાં કારણોમાં રસ નથી. તેમને માત્ર તમારી સફળતાનું રહસ્ય જાણવું છે.
આ સૃષ્ટિનું સમગ્ર સત્ય સાબિતીમાં સમાઈ શકે એમ નથી. એ તો પવનને ફુગ્ગામાં પૂરવાની ચેષ્ટા ગણાય.
(બીજાને તોડવાની બીજાને મારવાની કોશિશ ન કરો, પોતાનો વિકાસ કરો. વ્યક્તિત્વને વધારો. બીજા આપમેળે નાના થઈ જશે.
ઈશ્વર દેખાતો નથી, અનુભવાય છે. પણ આપણે એટલી ભીડમાં છીએ કે આપણને ક્યારે અડી ગયો એની ખબર નથી પડતી.
(૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org