________________
સજ્જનોનો સંગ કરો, ભગવાનની દ્રઢ ભક્તિ કરો, શાંતિ વગેરે પવિત્ર ગુણો ચારેબાજુથી એકઠાં કરો, કર્મની લાલસાનો મજબૂત રીતે ત્યાગ કરો, ઉત્તમ વિદ્વાનને શરણે થાઓ. હંમેશા તેમનાં ચરણોને સેવો. એકાક્ષર બ્રહ્મ ૩૮ ની ઉપાસના કરો. વેદ ઉપનિષદોના વાક્યોનું હંમેશા શ્રવણ કરો.
- ભગવાન શ્રી શંકરાચાર્ય
એક સ્વાશ્રયી માનવી સદાય પરમાત્માના દૂતની જેમ આવકારને પાત્ર હોય છે.
- એમર્સના
પરમાત્માની સેવા માટે એક પાઉન્ડ અસંતોષની સામે એક અંશ પણ જો સંતોષ હશે તો તે પૂરતો છે.
- કુલર
અજ્ઞાન જ સમસ્ત આશ્ચર્યોનો પિતા છે. જેનું અજ્ઞાન નિવૃત્ત થઈ જાય છે અને જેને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે તે જ શ્રેષ્ઠ યોગી છે.
- સ્વામી કૃપાલ્વાનંદજી
મનુષ્યની સૌથી મોટી ભૂલ એ છે કે તે વિચારે છે કે હું સ્વભાવે દુર્બળ છું પરંતુ સાચી વાત તો એ છે કે પ્રત્યેક મનુષ્ય દિવ્ય અને શક્તિમાન છે. દુર્બળ અને ખરાબ તો તેની આદતો છે અને આકાંક્ષાઓ અને તેના વિચારો છે તે સ્વયં નથી દુર્બળ કે નથી હીન.
- રમણ મહર્ષિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org