________________
જેણે દુઃખ પ્રગટ કર્યું એણે દુઃખમાંથી કંઈ જ ન મેળવ્યું, પ્રગટ કરવા માટે તો સુખ છે, દુઃખ તો સમજવા માટે છે.
- ધૂમકેતુ
મને જેની જરૂર હોય તે તમે મને આપો. એમાં તમારી ઉદારતા નથી પરંતુ જે વસ્તુની મારા કરતાં તમને વધુ જરૂર હોય છતાં એ વસ્તુ તમે મને આપો એમાં તમારી ઉદારતા છે.
- ખલિલ જિબ્રાન
કાર્યને વાવશો તો સ્વભાવને લણશો, સ્વભાવને વાવશો તો ચારિત્ર્યને લણશો અને ચારિત્ર્યને વાવશો તો ભાગ્યને લણશો.
- જી. ડી. બોર્ડમેન
જે મદદ કરવાની વૃત્તિદાખવે છે તેને જ ટીકા કરવાનો અધિકાર છે.
- અબ્રાહમ લિંકન
કોઈથી ન રક્ષાયેલું હોય છતાં દેવથી રક્ષાયેલું હોય તે પ્રાણી જીવે છે. સારી રીતે રક્ષાયેલું હોય છતાં દૈવથી હણાયેલું હોય તે વિનાશ પામે છે.
- પંચતંત્ર
અણગમતું કામ આવતીકાલને બદલે આજે જ કરો. એ રીતે એ કામ કરવાના ભયથી ભરેલા ચોવીસ કલાક તમે બચાવશો અને કામ પતી ગયાનો સંતોષ આપનારા ચોવીસ કલાક તમને મળી રહેશે.
- બોબ ટોમબર્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org