________________
( વિજ્ઞાનની મદદથી આપણે ધરતીકંપ ક્યારે થશે તે જાણી શકીએ પરંતુ તેવા અનંત પ્રયોગ થાય તો પણ આત્માની શુદ્ધિ થવાની નથી, આત્મશુદ્ધિ વિના જગતમાં કશાની કિંમત નથી. ઈશ્વરની ઈચ્છા વિના કશું જ બનતું નથી.
- મહાત્મા ગાંધીજી
જેણે અહિંસા, સત્ય અને બ્રહ્મચર્યમાં પૂર્ણતા પ્રાપ્ત નથી કરી અને જેણે સર્વ પ્રકારની માલિકી અને ધન વૈભવનો ત્યાગ નથી કર્યો તેવો કોઈપણ મનુષ્ય શાસ્ત્રોને ખરા સમજી ન શકે એ ધર્મસૂત્રમાં મારી સંપૂર્ણ શ્રદ્ધા છે.
- મહાત્મા ગાંધીજી
જીવનપટને સચ્ચાઈ, સાદાઈને સંતોષના તાણાવાણા વડે ગુંથી લેશો તો સુખ સામે પગલે તમને શોધતું આવશે.
- સંત પુનિત મહારાજ
જેવું ચિતવશો તેવા જ થશો. હાલનું જીવન પૂર્વના ચિંતનનું જ ફળ છે. તમારા વિચારો એ જ તમારૂં પ્રારબ્ધ છે.
- સ્વામી રામતીર્થ
(ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરૂષાર્થો પરત્વે તપ અને જ્ઞાનથી જેઓ ધર્યપૂર્વક વર્તે છે. તેઓ જ સંસારના રહસ્યને પામી શકે છે.
- ડોંગરેજી મહારાજ
(દોરા, ધાગા અને જન્માક્ષરમાં માનનારા અંધશ્રદ્ધામાં રાચે છે.
- સ્વામી સચ્ચિદાનંદ
૪૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org