________________
જે આપણે સર્જ્યું તેનો નાશ આપણે કરી શકીયે પણ જે બીજા કોઈની કૃતિ હોય તેનો આપણાથી કદી નાશ કરી શકાય નહી માટે ખડા થાઓ, હિંમતવાન થાઓ. બધી જવાબદારી પોતાને શિરે ઓઢી લ્યો, અને સમજો કે તમારા નસીબના ઘડનાર તમે પોતે જ છો. જે કઈ શક્તિ અને સહાય તમારે જોઈએ તે તમારી પોતાની અંદર જ છે. માટે તમારૂં ભાવિ તમે પોતે જ ઘડો.
- સ્વામી વિવેકાનંદ
સસ્તી હોવા છતાં જો તમે બિનજરૂરી ખરીદી કરો છો, તો તે તમારે માટે મોંઘી જ છે, કારણ કે જેની જરૂરત નથી તે વસ્તુ મફત મળે તો પણ તે મોંઘી જ છે. - પ્લુટાર્ફ
કર્મમાં જ તારો અધિકાર છે, કર્મના ફળમાં નહિ. કર્મના ફળમાં તું આસકિત રાખીશ નહિ. ભગવાન શ્રી કૃષ્ણ
જેઓ કાયા, મન, વાણીથી સદા પવિત્ર છે, જેઓનો પ્રેમ સબળ છે, તેમના ઉપર જ ભગવાનની કૃપા ઉતરે છે. તેમ છતાં ભગવાન પ્રકૃતિનાં સર્વ નિયમોથી બહાર છે. તેઓ કોઈપણ નીતિ-નિયમને વશ નથી.
-
પરમાત્માની શક્તિ અમર્યાદ છે, માત્ર આપણી શ્રદ્ધા જ અલ્પ હોય છે.
- મહાવીર સ્વામી
Jain Education International
- સ્વામી વિવેકાનંદ
દાની આપીને તવંગર બને છે, લોભી સંઘરીને કંગાળ બને છે.
ભગવાન ઈસુ ખ્રિસ્ત
૪૫
For Personal & Private Use Only
www.jainelibrary.org