________________
ચિંતા કરવી એટલે ઈશ્વર પરની શ્રદ્ધાનો અભાવ.
- શ્રી માતાજી
આત્મબળ જાગૃત થશે ત્યારે બધાય દેવતાઓ તમારી સેવા માટે તમારી પાસે હાથ જોડી ઉભા રહેશે. તમારો દિવ્યાત્મા સર્વ શક્તિમાન છે, તે જ્યારે પ્રકાશવા માંડશે ત્યારે સર્વ પરિસ્થિતિ પોતાની મેળે જ પોતાનું કાર્ય કરવા લાગશે અને દેવ અને ક્ષકિન્નરાદિને તમારી સેવામાં હાજર થયા વિના છૂટકો નથી.
- સ્વામી રામતીર્થ
તકની એક મોટી મુશ્કેલી છે કે એ આવે છે, તેના કરતાં તે જતી રહે છે ત્યારે તે મોટી લાગે છે.
- જ્યોર્જ બર્નાડશો
જીવન.એ આરસી જેવું છે. તેના તરફ તો મોહક લાગે, તેની સામે ઘૂરકો તો તે બેડોળ લાગે છે. - એડવિગ ફોલિટ
ભૂખ્યાને અનાજ આપવામાં સેવા જ થાય છે એમ માનવાનું કારણ નથી. આળસુ મનુષ્ય બીજાને આશરે બેસી રહીને અન્નની આશા રાખે તેને અન્ન આપવામાં પાપ છે. તેને કામ આપવામાં પુણ્ય છે. અને કામ કરવા તૈયાર જ ન થાય તો તેને ભૂખે રહેવા દેવામાં તેની સેવા છે.
- મહાત્મા ગાંધીજી
હે સૂર્ય, તમે પૃથ્વી પર ધનધાન્યની સૃષ્ટિના સર્જન અને જીવમાત્રના જીવનદાતા છો, તમારી અર્ચનાથી અમે નિરંતર તૃત અને પ્રસન્ન રાખતા આયુષ્યને પામીએ.
- વેદ નીતિસાર
૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org