________________
તમે જે કાંઈ બોલો અગર લખો તેમાં થોડામાં ઘણાનો સમાવેશ
- જેન નીલ
કરો.
મોતી અને મણિ ખૂબ કિંમતી હોય છે પણ એમને સૂત્રબદ્ધ ન કરવામાં આવે તો તેની શોભા નથી.
- શંકરાચાર્ય
(જેમણે તક ગુમાવી તેમણે સફળતા ગુમાવી.
- ચાર્લ્સ
આપણી જાતને પ્રામાણિક બનાવીએ એટલે જગતમાંથી એક બદમાશ ઓછો થયો એટલી ખાતરી તો સાંપડે જ.
- ઓલ્ડોસ હકસલે
ઈશ્વરની કૃપા તેના કામ કરવાથી મળે છે અને શરીર વડે, મન વડે, તેમજ વાણી વડે દુઃખિયાની સેવા કરવાથી ઈશ્વરનાં કામ થાય છે.
- ગાંધીજી
બધા કામ મંત્રણા પર જ આધાર રાખે છે. મંત્રણારૂપી નેત્રથી જ શત્રુના દોષો જોઈ શકાય છે. મંત્રણા કરતી વખતે દ્વેષબુદ્ધિ રાખવી નહીં.
- ચાણક્ય
મૌન તો પારસમણિ છે, જેને એનો સ્પર્શ થાય છે તે ખરેખર સુવર્ણ બની જાય છે.
- ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
(૪૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org