________________
સભાવનો અનુભવ શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે.
- કન્ફયુશિયસ
ખૂણા-ખાંચા વિનાનો ખૂણો - માણસની ભીતર એક એવું સ્થળ હોય છે જ્યાં એ એકલો જીવે છે અને ત્યાંથી જ એ નવેસરથી ઝરણું જગાડે છે, જે કદી સુકાતું નથી.
- પર્લ બક
ધનની ગતિ અને સદ્ગતિ-કોઈનોદાંત ખેંચી કાઢવોએ તો ધૃણાજનક છે, પણ સોનાની દાંત ખોતરણી વાપરવી એ અશ્લીલ છે.
- લૂઈ ક્રોનેનબર્ગર
સૌના મનની વાત જાળવવી અને આપણી સચ્ચાઈને ન છોડવી એમાં જ અહિંસાની કસોટી છે.
- વિનોબા ભાવે
બધું ભાગ્ય ઉપર ન છોડી દઈએ અને પુરૂષાર્થનો ફાંકો પણ ન રાખીએ. ભાગ્ય ચાલ્યા કરશે. આપણે જોવાનું એ છે કે તેને આપણે કેટલું વાળી શકીએ છીએ? એમ કરવાની આપણી ફરજ છે. પરિણામ ભલે ગમે તે આવે.
- ગાંધીજી
પોતાપણાની તમામ દીવાલોને જમીનદોસ્ત કર્યા વિના, માણસના દિલમાં શિશુનાં જેવો આનંદ આવતો નથી.
- ધૂમકેતુ
૨૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org