________________
જ્યારે જ્યારે આફત આવે ત્યારે ત્યારે તમારા સ્વરૂપનું ભાન કરો અને આફત ચાલી જશે. આફતથી ડરશો નહિ તો જ તેનો નાશ થશે તેની સામા થશો એટલે આફતને જવું જ પડશે. તેના ઉપર પગ મૂકો એટલે તેનો અંત આવશે જ.
- સ્વામી વિવેકાનંદ
(ઈશ્વરનું પરમ આશ્ચર્ય ચિહ્ન - ગુલાબને ચુંટશો નહીં, ચૂંથશો નહીં એની સુવાસ અને સૌંદર્ય જ પૂરતાં છે. - જ્હોન હે
જીવનની આકૃતિનો આધાર - હું હા સાથે સૂતો અને નાસાથે જાગ્યો.
- રોએથકે
મનની મર્દાનગી - ત્રણ વાનાં મુજને મળ્યાં હૈયું, મસ્તક, હાથ, બહુ દઈ દીધું, નાથ - જા ચોથું નથી માંગ્યું.
• ઉમાશંકર જોષી
અવગતિયા અને સદ્ગતિયા શબ્દો - તમામ શબ્દો એ વિચારને ટાંગવાની ખીંટીઓ છે.
- હેનરી વોર્ડ લીચર
માણસ છે એ જ પૂરતું છે - એકકેય એવું ફુલ ખીલ્યું છે નહીં કે જે મને હો ના ગમ્યું.
- પ્રિયકાન્ત મણિયાર
માનવ ચંચળ.. પ્રકૃતિ અવિચળ - માણસે આપણને નાગરિક બનાવ્યા, એપહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા.
- જેમ્સ રસેલ લોવેલ
(૨૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org