________________
યાદ રાખો કે જે સિક્કો તમે વૃદ્ધ, અશક્ત, જરૂરિયાતવાળા દરિદ્રના હાથમાં આપ્યો એ સિક્કો, સિક્કો નથી રહેતો, ઈશ્વરી અંતર સાથે તમારા હૃદયને જોડનારી એ સોનેરી સાંકળ થઈ જાય છે.
- ખલિલ જિબ્રાન
લોકોની ભૂલ એ છે કે મનથી બુરા ભાવોને કાઢી નાખવાની ઈચ્છા કરે છે, પરંતુ એના સ્થાને સદ્ભાવોને પ્રતિષ્ઠિત કરતા નથી. તેઓ | પોતાના મનની ધૃણાની ભાવનાને દૂર કરવા ઈચ્છે છે. પરંતુ એના | સ્થાને પ્રેમની ભાવનાને સ્થિત કરવા નથી વાંચ્છતા.
- સ્વેટ મોર્ડન
મોહ ભૂતકાળ અને ભવિષ્યકાળને વીંટળાઈ રહેલો હોય છે. તે વર્તમાનકાળનો માર્ગ ભુલાવવામાં એ ભારે ઉસ્તાદ છે.
- રવીન્દ્રનાથ ટાગોર
બધું આપી દઈશ તો ખાઈશું શું? આ આસુરી વિચાર બધું ખાઈ જઈશ તો આપીશ શું? આ દેવી વિચાર.
- ભગવાન બુદ્ધ
અધુરું કામ છોડીને ઘરે પાછા ફરતાં મનુષ્યો કદી સંતુષ્ટ હોતા નથી. એમને કશુંક ખૂટતું હોવાની અનુભૂતિ સતત પડતી હોય છે. તમે ખુશ નથી હોતા એટલે ઘરમાં પણ ખુશી નથી હોતી. ઘરનું વાતાવરણ તમને કંટાળો આપે છે. અધૂરા કામની નિષ્ફળતા તમને તમારા ઘરથી પણ દૂર ધકેલતી હોય છે.
- સ્વેટ મોર્ડન
Jain Education International
*For Personal & Private Use Only
www.jainelibrary.org