________________
પૈસા કમાવવા એ જેટલું અઘરું નથી એટલું સમજપૂર્વક પૈસા ખર્ચવા તે અઘરું છે. કરકસર કરનાર જીંદગીની અડધી લડાઈ જીતી જાય છે.
સ્પરજેન
દરેક આફત શ્રાપરુપ હોતી નથી. અગાઉથી ચેતવણીરૂપે આવતી આફત આશીર્વાદરૂપ નીવડે છે. આવી આફતોના સામનાથી આપણને માત્ર અનુભવ મળે છે એટલું જ નહીં, પરંતુ ભવિષ્યની મુસીબતોનો સામનો કરવાની શક્તિ પણ મળે છે.
- 211f
કર્તવ્યની સૂઝ ન પડે એવા સમયે બુદ્ધિમાન પુરૂષ સાથેની મંત્રણા દીપકની જેમ પ્રકાશ આપે છે.
ચાણક્ય
-
તમે જે કંઈ બોલો અગર લખો તેમાં થોડામાં ઘણાંનો સમાવેશ કરો. જોન નીલ
-
Jain Education International
-
આનંદનો રંગ જેના ચિત્તમાં લાગે છે, તેને ક્યારેય જીવનમાં ઉદાસ થવું પડતું નથી. - અનુશ્રુતિ
For Personal & Private Use Only
આતિથ્ય એ ઘરનો વૈભવ છે. વ્યવસ્થા એ ઘરની શોભા છે. સદાચાર એ ઘરની સુવાસ છે. પાપ થાય તેવું કમાશો નહીં, રોગ થાય તેવું ખર્ચશો નહીં, પ્રેમ એ ઘરની પ્રતિષ્ઠા છે, સમાધાન એ ઘરનું સુખ છે, દેવું થાય તેવું ખર્ચશો નહીં, કલેશ થાય તેવું બોલશો નહીં, સાચું બોલ ને શાંતિ ધર, હક્કનું ખા અને ઈશ્વર ભજ.
- ગૃહસ્થ ગીતા
www.jainelibrary.org