________________
ઉદ્યોગીપણું, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ આ છ જ્યાં હોય છે ત્યાં શાસનદેવ સહાય કરવા શ્રીમંતોને પ્રેરણા આપે છે. જો લેતાં આવડે તો સોનાનાં ફૂલની વાડીઓ ઠેક-ઠેકાણે છે, શૂરવીર, વિદ્યાવાન અને સેવા કરી જાણનાર તે ફૂલો ચૂંટે છે.
જે બીજાના સુખ અને કલ્યાણ માટે પ્રયત્ન કરે છે, તે પોતે પણ સુખ અને કલ્યાણને પ્રાપ્ત કરે છે. પરોપકારીનું મન વિરાટ હોય છે, તેની દ્રષ્ટિ વિશાળ હોય છે.’ - ભગવતી સૂત્ર
અન્યના દોષો અને ઉણપો - બીજાના જે જે દોષો અથવા જે જે ઉણપો આપણાં કાને સાંભળીએ અથવા આંખથી જોઈએ તેને વાણીથી કે બીજી કોઈ રીતે ત્રાહિત વ્યક્તિ આગળ વ્યક્ત કરવું નહીં. કારણ કે નિંદાને પણ રસ હોય છે અને જગતમાં ઘણાં વેરઝેર આ નિંદારસ પોષવામાંથી ઊભા થાય છે.
આ દુનિયા એવી છે કે જ્યાં લોકોને શું જોઈએ છે તે એ જાણતાં નથી, અને તે મેળવવા માટે એ હવાતિયાં મારે છે.
Jain Education International
-
જીવન સરળ હોય તે માટે પ્રાર્થના ન કરશો, હજી વધુ ખમીરવંતા બનવા માટે પ્રાર્થના કરો, તમારી શક્તિના બળનું કાર્ય તમને મળે તેવી પ્રાર્થના ન કરશો, તમારા કર્તવ્યોનો મુકાબલો કરી શકે તેવી તાકાત માટે પ્રાર્થના કરજો.
જીવનનું મહાન કર્મ છે - હોવું, કરવું, ચલાવી લેવું અને ચાલતાં થયું.
For Personat & Private Use Only
ડોન મારકીસ
www.jainelibrary.org