________________
મૌન એ તમામ પરિસ્થિતિઓ સામેનું સૌથી પ્રાચીન અમોઘ શસ્ત્ર છે. આ પૃથ્વી પર બોલી બોલીને જે સમસ્યાઓ સર્જાયેલી છે તેનો ઉકેલ મૌનમાં છે. મૌનનો મહિમા સમજાય તો અડધું જગત શાંત થઈ જાય. - ખલિલ જિબ્રાન
સાદગીએ જીવનની એક એવી વિદ્યા છે જે મનુષ્યને હંમેશા સ્પષ્ટતા, નિખાલસતા અને નિર્મળતા આપે છે. આડંબર, અભિમાન અને દુર્બુદ્ધિથી દૂર રાખે છે. - અનુશ્રુતિ
ટીકા કરવી ભયંકર છે કારણ કે તેનાથી માણસની કીંમતી મગરૂરી જખમાય છે, તેની લાગણી દુઃખાય છે અને તેનામાં ગુસ્સાની લાગણી પેદા થાય છે.
જો તમે બીજાને ગુસ્સે કરી જિંદગી સુધી દુશ્મનાવટ વહોરી લેવા માંગતા હોય તો જ કડવા કટાક્ષ કરજો.
આંખ વિનાનો નહિ, પોતાના દોષ નહિ જોઈ શકનારો અંધ છે.
મિતાહાર અને કસરત બંનેનો અભાવ હોય તો ત્યાં દવાઓને જ મોકળું મેદાન મળે.
તમારામાં જે નથી તેની જે પ્રશંસા કરે છે તે તમારી પાસે જે છે તે છીનવી લેવા માંગે છે.
વિચાર વગરનો અભ્યાસ મિથ્યા છે, અભ્યાસ વગરના વિચારો જોખમકારક છે.
Jain Education International
૨૦૯
For Personal & Private Use Only
www.jainelibrary.org