________________
( જે માણસ પોતાની જાતને કાબૂમાં રાખી શકતો નથી તે ક્યારેય) | પરિસ્થિતિ પર કાબૂ રાખી શકતો નથી. - નેપોલિયન હિલ
કલા મનુષ્યને પરમતત્ત્વ તરફ લઈ જતી હૃદયકેડી છે, જેઓ કલાની આંગળીએ સૃષ્ટિનો સાક્ષાત્કાર કરે છે તેમને માટે જીવન રમણીય અને સરળ બની જાય છે.
- ખલિલ જિલ્લાના
જીવન વહેતી નદી જેવું છે. એને જોવામાં જ નહીં, એમાં ડૂબકી મારવામાં અને એને ઓળંગીને સામે પાર જવામાં ધન્યતા છે.
- અનુશ્રુતિ
'પ્રેમનો અર્થ આપવું, વેરનો અર્થ આંચકી લેવું. કશું જ પ્રાપ્ત કર્યા વિના બધુંજ અર્પી દેવાની તૈયારી હોય એ જ જાણે છે પ્રેમનો પ્રથમ
- અનુશ્રુતિ
અર્થ.
સત્ય આચરણ વિના ક્યારેય કલ્યાણ શક્ય બનતું નથી. સત્ય એ જ કલ્યાણનો માર્ગ છે અને સત્ય દ્વારા જ પરમ સૌંદર્ય નિષ્પન્ન થાય છે.
- અનુશ્રુતિ
પ્રકૃતિની ગોદમાં કેટલી નિરાંત અને કેટલો આનંદ અનુભવાય છે. સ્વર્ગની કલ્પનાઓમાં રાચવા કરતાં કોઈ લીલાછમ ઉપવનમાંથી પસાર થવું વધારે સારું છે.
- અનુશ્રુતિ
જગતમાં કશુંય અસુંદર નથી અને હોય તો એને પ્રેમથી સુંદર બનાવી શકાય.
માંગીને સંકોચમાં પડવું અને સામાને સંકોચમાં નાંખવા એના કરતાં એવી ચીજવસ્તુઓ વગર ચલાવી તો લો.
૨૦૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org