________________
પોતાને સર્વશ્રેષ્ઠ સ્થાપિત કરવાનો અહંકાર જ માણસને શ્રેષ્ઠ થતો રોકે છે.
આણે સારું કર્યું કે ખરાબ કર્યું તેમચુકાદોતો આપી શકાય પણ માણસ થઈને માણસ વિશે ચુકાદો તોળવાનું શું હંમેશાં યોગ્ય હોય છે?
(વ્યક્તિ જ્યારે પોતાને પૂર્ણ રીતે સમજે છે ત્યારે સંઘર્ષનો અંત આવે છે.
તમારે ખરેખર સમૃદ્ધ રીતે જીવવું હોય તો એવા દિવસની પ્રાર્થના કરો કે જેમાં મન ભૂત અને ભાવિથી મુક્ત હોય.
પ્રાચીન કાળમાં ઉત્તર ધ્રુવ લોકોનું કુળચિહ્નત્રિકમ હતું અને તેમનો કુળમંત્ર હતો. હું મારો રસ્તો શોધી લઈશ અને રસ્તો નહિ હોય ત્યાં કરીશ'.
કઠિનતાની કલ્પના કરીને કોઈ કામ છોડી ન દેશો. કામની કઠિનતા તમારો ઉત્સાહ વધારનારી બનવી જોઈએ.
(આફત સામે અટ્ટહાસ્ય કરી અડગ ઊભો રહે, એ જ સાચો યુવાન.
યુવાનનો હાથ જોશ બતાવવામાં નહિ, પુરૂષાર્થમાં લાગેલો રહે.
અઘરું કામ જ યુવાનને ગમે.
આવડતના સ્વાભિનવાળા કરતાં પોતાની અણઆવડતના ભાનવાળો ખંતપૂર્વક મહેનત કરી મેદાન મારી જાય છે.
(૧૯૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org