________________
અંતરની શાંતિને બીજાને મદદરૂપ થઈ શક્યાનો સંતોષ જ સેવાનો સર્વોચ્ચ પુરસ્કાર છે.
નાણાં અભાવે માનવી જેટલો મુશ્કેલીમાં મુકાય છે તેથી વધુ કરકસરને અભાવે મુકાય છે.
જે અન્યાય કરે પણ નહિ ને અન્યાય સહે પણ નહિ, જે ખોટું કરે છે પણ નહિ ને ખોટું ચલાવી લે પણ નહિ એ જ સાચો યુવાન.
સામટું આવે ને ભલે જગતનું અંધારું તોયે હૈયાની હિંમત ના હારું આખર સંતાન સૂર્ય તણું છું કોડિયું નાનું ભલે ને હું...
વિચારોને સારી રીતે સમજી લેવાનું ને સમજાયેલા વિચારોને આચરણમાં ઉતારી દેવાનું નક્કી કરી લેજો.
કરવાનું તે કરવાનું એમાં પણ બળ નહિ,
કરવાનું બસ કરવાનું તે કરવાનું.
આળસુ જીવને ઉદ્યમી બનાવવા સરકારનો કોઈ કાયદો કામ આવતો નથી. ઈચ્છા થાય તો જાતે જ પ્રયત્ન કરવો રહ્યો.
આ કામ માટે લાયક નથી, મને કોઈ સારું કામ આપવું કે મળવું જોઈએ વગેરે બહાનાં કાઢનાર કાયર અને નામર્દ છે.
માણસના જીવનમાં ત્રણ વસ્તુ મહત્ત્વની છે નિરામય-આરોગ્યસુયોગ્ય જીવનસાથી અને આર્થિક ક્ષેત્રે સ્વતંત્રતા.
૧૯૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org